ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાચ તૂટી ગયા
Gujarat Samachar 4 ઓગસ્ટ. 2017
- પૂર પીડિત મુલાકાત દરમિયાન પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો
- રાહુલ ગાંધી પૂર પીડિતોને મળવા ગયા તો લોકો વિરોધ કરી મોદી-મોદીના નારા લાગ્યા
અમદાવાદ, તા. 4 ઓગસ્ટ 2017, શુક્રવાર
રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ બનસકાંઠા જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થતા હજારો લોકો બેઘર થયા છે. પૂરપીડિતોની મદદે ભાજપના નેતાઓ, મુખ્યમંત્રી અને વડાપ્રધાન બાદ આજે કોંગ્રેસના વાઈસ પ્રેસેડિન્ટ રાહુલ ગાંધી ધાનેરાના માલાત્રા ગામે પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી બનાસકાંઠા પહોંચ્યા હતા. જોકે, તેઓ જ્યારે મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે ગામના લોકોએ કાળા વાવટા ફરકાવ્યા અને મોદી-મોદીના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં વિરોધના પગલે પાછા ફરી રહેલા રાહુલ ગાંધીની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા તેમની કાર પર પથ્થર મારો કર્યો
રાહુલ ગાંધીની મુલાકાત સમયે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો તેમની સાથે રહ્યા હતા.
ધાનેરામાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાચ તૂટી ગયા
Reviewed by hindijokesjunction
on
12:33 AM
Rating:
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments: